પૃથ્વીના વાતાવરણમાં જો ગ્રીન હાઉસ વાયુઓ સંપૂર્ણપણે ગેરહાજર હોય તો શું થાય ? ચર્યો.
પૃથ્વી પર સૌથી વધુ પ્રચૂરતા ધરાવતા ગ્રીન હાઉસ વાયુઓ $\mathrm{CO}_{2}, \mathrm{CH}_{4}, \mathrm{O}_{3}, \mathrm{CFC}$ અને પાણીની બાષ્પ છે. આ વાયુઓ પૃથ્વીની નજીકની સપાટી પર જોવા મળે છે.
શોષણ પામેલી સૌરઊર્જા પૃથ્વીના વાતાવરણમાંથી ઉત્સર્જિત થાય છે અને તેને પરિણામે વાતાવરણ હૂંફાળું બને છે.પૃથ્વીના વાતાવરણનું તાપમાન જળવી રાખવા ગ્રીન હાઉસ વાયુઓ જરૂરી છે.
ગ્રીન હાઉસ વાયુઓ ન હોય તો પૃથ્વીનું સરેરાશ તાપમાન ધટી જાય અને તેને જીવન જીવવા માટે અયોગ્ય બનાવે. તેથી પૃથ્વી પર જીવન શક્ય ન બને.
પ્રકાશ રાસાયણિક ધૂમ્ર-ધુમ્મસના નિર્માણ દરમિયાન થતી રાસાયણિક પ્રક્રિયાઓને લખો.
પર્યાવરણીય પ્રદૂષણ વિશે ટૂંકો પરિચય આપો.
વાતાવરણીય પ્રદૂષણના પ્રકારો જણાવો.
રાસાયણિક પ્રદૂષકોની માનવશરીર પર અસર જણાવો.
સુપોષણ એટલે શું ?